એક ચહેરો નજર સમક્ષ..
આંખો માં ઉદાસી
હોઠો પર મંદ મુશ્કાન
માસુમ સો ચહેરો..
મહેફિલ માં હાસ્ય રેલાવતો
દોસ્તો પર કુબાઁન થઇ જતો..
મુખવટા પર મુખવટો ઓઢતો ..
પારદશઁક થઇ જતો સ્વજન સમક્ષ…
એકાંતમાં ગરક થઇ જતો..
નતમસ્તક પોતાનો દોષ ઢુંઢતો
વારંવાર એક સવાલ
અને પ્રત્યુતર ની રાહ માં..
રોજ રોજ ટુકડે ટુકડે જીવતો..
ટુકડે ટુકડે મરતો…
જાણે જીવવુ સજા હતી…
મૌત મુક્તિ..
ફરજ પોતાની પુરી કરતો
પોતાના અરમાન સપના નો ભાર ઉચકતો..
જીવન સવઁસ્વ જે તેનુ તેને મનાવતો…
પોતાના ગવઁ સ્વાભિમાન ને ભૂલતો…કચડતો…
તેની ખુશી તેના હાસ્ય પર
જીવન ન્યોછાવર કરતો …
નજર સમક્ષ રહે છે હંમેશા..
એ ચહેરો…
‘કાજલ’ એ ચહેરો ના ભૂલી શકાય..
એ ચહેરો કેમ ભૂલાય…?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply