ઓહ! શ્યામ તને કયાં શોધુ,
મે તને શોધ્યો એક એક ગલી માં,
તું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો, તુ કયાં નથી શ્યામ….
તુ છેં હર જગહ, હર કણ માં, મથુરા ની ગલીઓ માં.
તું, જમુના ના જળ માં તું,
ઓહ! શ્યામ તું કયાં નથી કે હું તને કયાં શોધુ.
તુ છે રાધા ના ગીત માં, ગોપીઓ ના રાસ માં,
યશોદા ના વ્હાલ માં ને, દેવકી ના પ્પાર માં
ઓહ! શ્યામ તુ કયાં નથી કે હું તને કયાં શોધુ.
તુ છો ગાયો ના ધણ માં, સુદામા ના તાંદુલ માં,
બંસરી ના સૂર માં ને, કંદબ ના વૃક્ષ માં.
ઓહ! શ્યામ તુ કયાં નથી કે હું તને કયાં શોધુ.
ગોકુલ ની લીલા માં તું, મથુરા ની મેડી માં તું,
ઝાડ પર ના ફુલો માં તું, વનરાવન ના કાંટા માં તું.
ઓહ! શ્યામ તુ કયાં નથી કે હું તને કયાં શોધુ.
પાંડવ ની જીત માં તું, કૌરવ ની હાર માં તું,
શિશુપાલ ની શિક્ષા માં તુ ને, કંસ ના વધ માં તું.
ઓહ! શ્યામ તું કયાં નથી કે હું તને કયાં શોધુ.
અજુઁન ની ગીતા માં તું, કમઁ ના ફળ માં તું,
ગાંધારી ના શ્રાપ માં તું, યદુવંશી ના નાશ માં તું.
ઓહ! શ્યામ તું કયાં નથી કે કયાં શોધુ.
અજૂઁન ની પ્રેરણા તું, દ્રૌપદી નો તારણ હાર તું,
વિદૂર ની ભાજી માં તું, બળદેવ ના હળ માં તું.
ઓહ! શ્યામ તું કયાં નથી કે હું તને કયાં શોધુ.
‘કાજલ’ ના મન માં તું, છતા પણ પૂછે છે હર એક ને,
ઓહ! શ્યામ તને કયાં શોધુ?
મેં તને શોધ્યો હર એક જગ્યા માં,
તું કયાંય ના મળ્યો, કયાંય ના મળ્યો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply