કાગળ ને પેન તારા મૂક ને હવે,
તારી ડાયરી ના પન્ના માં ના કૈદ કર હવે.
હુ તો જીવંત કવિતા મને જીવ ને હવે,
મારી નજરો થી નજર મેળવ ને હવે.
મારા ગાલો ની સુરખી ને મહેસુસ કર હવે,
મારા રતુબંડા હોઠ નો રસ પી ને હવે.
કાગળ ને પેન તારા મુક ને હવે,
હુ તો જીવંત કવિતા મને જીવ ને હવે.
તને મારા અંગ મરોડ માં નથી દેખાતી કવિતા હવે,
મારા પર લખવા ની કયાં જરુર છે હવે.
મને સ્પઁશ ની ભાષા થી મહસુસ કર ને હવે,
વરસો વીત્યા થોડો પ્રેમી બન ને હવે.
‘કાજલ’ કહે છે પ્યાર થી જીત ને હવે,
કાગળ ને પેન તારા મૂક ને હવે,
હુ તો જીવંત કવિતા મને જીવ ને હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply