કબાટ મારુ સાફ કરતા,
હાથ લાગ્યો આજ અણમોલ ખજાનો.
આજ ના મોબાઈલ યુગ ને,
નહીં સમજાય એનુ મુલ્ય એ ખજાનો.
પ્રિય! આપણા વચ્ચે થયેલ,
પત્રવ્યવહાર રુપી ખજાનો.
એ પત્રો માં તારી છાપ, સુગંધ, ઉષ્મા,
ઉભરતી ને વિરહ ના અશ્રુઓ રેલાતા એ ખજાનો.
એક એક પત્ર વારંવાર વંચાતો, રાતો ની રાતો છાતી સરખો ચંપાતો,
ને અઢળક ચુંબનો થી નાહતો એ ખજાનો.
સવાર ના ટપાલી ના આગમને,
રોજ આશા બંધાતી- તુટતી,
તારો પત્ર ને ભાઈ -બ્હેન ની ધમાચકડી એ ખજાનો.
તને લખ્યા પત્રો અનેક ને સાચવ્યા,
જીવન ની મોંઘેરી જણસ જેમ એ ખજાનો.
આજ પણ વાંચતા એજ રોમાંચ,
એજ દ્રશ્યો ચલચિત્ર જેમ નજર આવે મારો અમુલ્ય એવો ખજાનો
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply