કાંટાળા થોર બની ઉગી.
મધરાત ના સાદ થી જાગી.
મને કાંટા ઓ ના ભાર થી લાદી.
ખેતર ને જંગલ માં વાડ જેમ બાંંધી.
કાંટાળા થોર બની થાક થી થાકી.
રંક્ત રંજીત માનવી ની ચીસ થી જાગી.
ત્યાં થી ભાગી તો ઘર ના ખુણા માં નાખી.
થોર ના રુપ ને મારા થી ફગાવી.
નામ ને રુપ ને છોડી કયા કયા થી નાસી.
ભય ની મારી જંગલ થી ત્રાસી.મને કુંડા ના રુપ માં બાંધી ને ફાંસી.
‘કાજલ’ થાકી હતી જુના પુરાણા રુપ થી.
એજ રીતરીવાજ ની બેડી.ભાગી ફગાવી બંધનો બેડી તોડી.
ગુલાબ મોગરા ને ચમેલી સંગ બાંધી.સત્ય જ જાણે બાંધવુ ને બંધાવુ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply