કંડારી દેવ પ્રતિમા ઓ પથ્થર માંથી.
દેવ સ્થાનકો બનાવ્યા પથ્થર માંથી .
રહેવા ગગનચુંબી મકાનો બનાવ્યા પથ્થર માંથી.
જયાં જુવો ત્યા એક નવુ જંગલ પથ્થર માંથી.
હુલ્લડ તોફાન કે મારવા ઉગામ્યા પથ્થર.
બચવા આડશો ને દિવાલો બની પથ્થર.
એક જ નામ રુપ અલગ અલગ આ પથ્થર.
કયાંક પુજાય પાળીયા રુપે
કયાંક પાયો બને નવસજઁન નો પથ્થર.
આજ પથ્થર ના જંગલ વચ્ચે માનવ બન્યો પથ્થર .
જંગલો કાપ્યા છતાં કુંપળ ફુટે આ પથ્થર માંથી.
પ્રતિક્ષા અનંત ફેલાય વનરાજી આ પથ્થર માંથી.
‘કાજલ’ ઇચ્છે ફાડી પથ્થર ઉગી નીકળે ઠેરઠેર નવકુંપળ આ પથ્થર માંથી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply