કાગળ ને પેન તારા મૂક ને હવે હળવે થી હેઠા, હવે
તારી ડાયરી ના પાના કર બધા પ્રંસગો બેઠા હવે
મારા માં અંગ અંગ માં જીવંત કવિતા બધી જીવે છે હવે,
નજરો માં નાખ નજર ને કર બધા શ્રાવ દશ્યો એઠા હવે.
મારા ગુલાબી ગાલો ની સુરખી ને સ્પર્શ કરી મહેસુસ કર હવે,
મારા રતુબંડા હોઠ ને અમૃત રસ પીય કર એઠા હવે.
તને મારા અંગ મરોડ માં, મરોડ લે છે તારી કવિતા હવે,
મારા પર લખવા ની કયાં જરુર છે મુક કાગળ પેન હેઠા હવે.
મને અંગ અંગ ની સ્પઁશ ની ભાષા થી મને મહસુસ કર ને હવે,
વરસો વીત્યા થોડો પાગલ પ્રેમી બની ને કર રુવાડા બેઠા હવે
‘કાજલ’ કહે છે પ્યાર થી જીત મારા પ્યાસા દિલને ને હવે,
પીયુ કાગળ ને પેન તારા મૂક ને હવે હળવે થી હેઠા હવે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply