ખીલુ ખીલુ થતી વનરાજી
ડાળે ડાળે નવપલ્લવીત કુંપળો.
વષાઁ નુ આગમન ને ધરતી પુલકિત.
ધીરે ધીરે હળવે હળવે વષાઁરાણી ની પધરામણી.
પોતાના આગવા મિજાજ ને લશ્કર સાથે…
કરે ધરતી પર થોડો સમય સામ્રાજય..
તેના આગમને ત્યૌહારો હરખાય.
જન જીવન હષઁ થી છલોછલ છલકાઇ.
પશુ, પંખી, પ્રકૃતિ પ્રેમ થી ઉભરાય.
આ ધરતી શણગાર સજી હરખાય.
આ વષાઁ નારાજ થાય..
દરેક જગ્યા સુક્કુ ભઠ છોડી જાય..
તો કયાંક સવૅત્ર ફરી વળે..
વિનાશ કરી નવસજઁન કરવા..
તો કયાંક એક શીખ દેવા…
સાચવો તો મળશે અનુકુળ..
નહીંતો ભોગવો કરણી તમારી..
અત્ર તત્ર સવઁત્ર વષાઁ નો મહિમા ‘કાજલ’ ..
જીવન ની જીવા દોરી વષાઁરાણી રે..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply