ચાલો દોસ્તો આજે એક રમત રમી લઇએ.
જીદગી ને સમજવા ની કોશીશ કરી લઇએ.
બચપન થી આજ સુધી ના કાયોઁ નો હિસાબ કરી લઇએ.
વ્યઁથ રીતે વેડફેલા વષોઁ નુ સરવૈૈયુ કરી લઇએ.
જીદગી સાથે ખેલેલા બહુ ખેલ યાદ કરી લઇએ.
અનેક નિદોઁષ સાથે કરેલ ચેડાં તેની ક્ષમા માંગી લઇએ.
આ જીદગી પાછી નથી આવતી તે સમજી લઇએ.
આજ ના કામ ને કાલ પર ન લેવા ની કસમ ખાઇ લઇએ.
માનવતા નો અંચળો પહેરી ફયાઁ બહુ .. સમજી લઇએ.
ચાલો, હવે માનવી બની થોડુ જીવી લઇએ.
સ્વાથઁ માટે કરેલ અનેક કાયોઁ તે યાદ કરી લઇએ.
આ જીવન ને કોઇક માટે સાથઁક કરી લઇએ.
ખોટી પ્રશંસા ને બડાઈ ની વાતો છોડી દઈએ.
ચલો, હવે થોડુ પરમાથઁ નુ કામ કરી લઇએ.
કોઇ દુખીયા ના આસું પોછી લઇએ.
‘કાજલ’ તણો ઉપદેશ નથી તે સમજી લઇએ.
ચાલો, જીવન ને જીવવા ની કોશિશ કરી લઇએ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply