ડબલ બેડ ની ડાબી બાજુ સુતી..
હાથ ફેલાવ્યો આદતવશ..
અને તે રિક્ત સ્થાન ને તાકી રહી..
વરસો ની આદત હતી..
સહજીવન ની … સહવાસ ની…
હાથ નો તકિયો બનાવી સુવાની..
આજ કયાં ત્યાં કોઇ હતુ….
ખાલી ધર ..ખાલી કમરો…અને ખાલી જીંદગી..
દિવાલ પર લટકતી તસ્વીર..
પાંપણો ના દ્રાર પર અશ્રું થીજયા…
ને મનોગત બોલી ઓ પ્રિયે …કેમ..કેમ..?
આમ અધવચ્ચે એકલી મુકી…
નહી હું ઉભી થઇશ હું લડીશ
હું કરીશ સપના ઓ પુરા.
નહી અશ્રું ઓ નહી આવે બહાર.
તારી યાદો ને તારી ઈચ્છા ને
હિંમત બનાવીશ મારી.
આ રિક્ત સ્થાન ભલે રિક્ત જ રહયુ…
હ્રદયાસન પર તો તુજ છો ને રહીશ..
જીવનસંગ્રામ લડીશ એકલ પંડે…
‘કાજલ’ જીવી જશે આ તારા નામ પર….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply