તરસ જન્મો જન્મ ની લઇ બેઠો.
સાગર ની ખારાશ પણ પી બેઠો.
અધુરી ચાહત ને સંગ્રહી જીવી ગયો.
મૃત્યુ નો મહોત્સવ કાયમી બનાવી ગયો.
ઇચ્છા ને ભગ્ન સ્વપના નો જામ બનાવી પી ગયો.
ખત્મ ખુદ ને કરી હું મારી કહાણી કહી ગયો.
કાજલ મારી આંખ ના આંસુ ને તમારી આંખ માં રોપી ગયો.
નામ માં શું રાખયુ છે કહી નામ અમર કરી ગયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply