તમારી રાહ હું જોઇશ એ વખતે પણ.
મારા જનાજા ને તમે કાંધ આપો કે ના આપો..
અંતિમ મિલન તમારુ થાય કે ના થાય.
તમારી રાહ હું જોઇશ એ વખતે પણ
નજર મારી પથરાઇ રાખીશ તમારી રાહ માં
મારી કબર પર ફુલ ચઢાવવા આવો કે ના આવો.
તમારી રાહ હું જોઇશ એ વખતે પણ.
કબર ના દીયા જલાવી રાખીશ તમારી રાહો માં કે તમે તેમાં તેલ પુરો કે ના પુરો.
તમારી રાહ હું જોઇશ એ વખતે પણ.
કબર પર ના ફુલો ની સુગંધ ચોમેર પ્રસરી ઉઠશે તમારી યાદો માં.
તમને તે સુગંધ પહોચે કે ના પહોચે.
તમારી રાહ હું જોઇશ અે વખતે પણ.
કફન ના લીરા ઉડી જશે આંધી તુફાન માં.
ત્યારે તમે ચાદર બીજી આપો કે ન આપો.
તમારી રાહ હું જોઇશ એ વખતે પણ.
દેહ મારો પાથીઁવ ભણી જશે પંચ મહભુત માં.
તમે તેને માથે ચડાવવા આવો કે ન આવો.
તમારી રાહ હું જોઇશ એ વખતે પણ.
કબર મારી બની જશે ઇંટ અને પથ્થર ની.
તમે એક મુઠી માટી તમે નાખો કે ના નાખો.
તમારી રાહ હું જોઇશ એ વખતે પણ.
‘કાજલ’ કહે છે અંધકાર ના ઓળા અવની પર ઉતરશે.
એકાકાર બની જશે મારી કબર ને ત્યારે પણ.
તમારી રાહ હું જોઇશ એ વખતે પણ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply