તારી Nonstop વાતો..
Mom સાંભળ ને.
અને હું ખોવાઈ ગઈ
અતીત માં
જાણે History Repeat .
જીવુ છું તારા માં હું મારુ બચપણ
હમેંશા શોધુ તારા માં મને..
તો કયારેક થાય…
કયાંક ભાર નથી લાદયો ને..
મારા સપના ઓ નો તારા પર
તુ મારુ અભિન્નઅંગ
મારી છાયા જ જાણે તું
તારી મસ્તી તારા તોફાન..
તારી જીદ, તારુ રીસાવુ.
ગુસ્સો મારો પળ ભર ના રહે
એકલી પડતા હસી પડુ
અને યાદ આવે મને મારી “Mom”
મમ્મી મમ્મી કહી જીવ ખાતી
કેટલી ધીરજ થી તે મને સાંભળતી.
અને હુ ખોવાઈ જાવ છુ તારા
નાનકડા વિશ્ર્વ માં..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply