તારા શબ્દો ની રમત આમ ના રમ,
તારા શબ્દો ના ડામ મને દઝાડે છેં.
આમ વારંવાર તારી નજરો ને તીરછી ના કર,
તારા નયનો ના બાણ મને વાગે છે.
રમત માં ના લગાડ મારી બાઝી વારંવાર,
હવે ચીરહરણ નો ડર લાગે છે.
આડંબર ને અવગણના મારી બંઘ કર,
તારી આંકાક્ષા ને મહેચ્છા નો ભાર લાગે છે.
આ બધુ ઘટનાક્રમ્ છે, ખેલ છે તારા માટે,
સવઁસ્વ છો તમે અમારૂ, હવે એકલતા નો ભય લાગે છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply