તારી રાહ માં, તારા પગલા ની છાપ નીહાળ્યા કરુ.
તુજ સુધી પહોચવા, તારા પગલે પગલે ચાલ્યા કરુ.
મંઝીલ ની ખબર નથી ને, રસ્તે રઝળ્યા કરુ.
સાથ મળ્યો જયાં પળ બે પળ, તે પળ સ્મરયાઁ કરુ.
આશ નથી મિલન તણી. બસ પ્રતિક્ષા કરયા કરુ.
ફરશો તમે પાછા, વિશ્ર્વાસે રોશની કરયા કરુ.
મિલન ની આશ, અંતિમ શ્ર્વાસો કરયા કરુ.
કૃષ્ણ રુપે આવ કે સખા રુપે વિનંતિ કરયા કરુ.
ચાહત મારી અધુરી, જન્મો થી વાટ તારી જોયા કરુ.
ભવોભવ ની પ્રીત બની પુજા, રટણ તારુ કરયા કરુ.
અજપા જાપ મારા, દશઁન ની પ્યાસી રહયા કરુ.
‘કાજલ’ અધુરી તારા વગર, અધુરી જ રહયા કરુ?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply