દાદી – માં મારી વાત્સલ્ય નો દરિયો.
કરતી કામો એકલે હાથ,
હાથ બે પણ લાગે હજાર.
વહેલી ઉઠતી પ્રભાતીયા ગાતી,
દૂધ જાતે દોહતી, દયણા પહેલા દળવા બેસતી.
પાણીડા ભરવા કુવા કાંઠે જાતી, કપડા ધોવા નદી એ જાતી.
રસોઈ તો ચુલે ને સગડી એ કરતી.
કામો ના ખુટે એક પછી એક,
છતાં કયાંય ના લાગે કંટાળો કે થાક.
સગા સબંથી – આડ-પડોશ માં મદદ કરવા પહોચતી,
દીન દુઃખી ની મદદે છાની પહોચતી.
દેવ દશઁન તો નિયમ એનો,
છોકરાંવ જોડે બાળક બનતી.
ઘર આખા નો મોભ મારી દાદી-માં.
આજ મારે ઘર આંગણે બધુ હાજર,
સવાર પડતા દૂધ ની થેલી હાજર.
સ્વીચ દબાવતા કામ મારા થાતા,
તો પણ હું થાકી જાતી.
ઘરકામ માટે મશીન સાથે બાઈ હાજર,
છતાં ન મળે મને પળ ની નવરાશ.
સગા સબંધી આડ પડોશ ને તો કોણ ઓળખે?
કામ મારા ચપટી માં થાતા,
છતા હું હંમેશા busy ની busy.
કયા મારા દાદી-માં ની વાતો,
કયા આજ અમારી પેઢી ની વાત.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply