તુટી ગયો તંતુ આશા કેરો
પોઢી તુ આજ ચીર નિદ્રા માં
પાંચ વષઁ ચાર મહિના ને અગીયાર દિવસો,
પ્રતીક્ષારત રહયો તારા જાગવાની…
તારી અધખુલી પલકો માં મારી છબી નિહાળતો.
તારા શ્ર્વાસો ની આવન-જાવન માં …
મારુ નામ ધબકતુ સાંભળતો..
તને સ્પશીઁ તારા હોવા ની ખાતરી કરતો..
તને મારા માં જીવંત રાખતો
રોજ આપણી વચ્ચે મૌન સંવાદ રચતો..
લોકો કહે છુટ્ટી તુ..ઘર ના છુટયા..
હાશકારો અનુભવ્યો બાકી ના ઓ અે..
પણ મારુ શું?..
ના! તુ તો પામીશ નવો જન્મ..
હું અધુરો તારા વગર..
ખાલી બેડ.. ખાલી કમરો…
સાઇડ કોનઁર પર ના વાઝ માં લાલ ગુલાબ..
દીવાલ પર તસ્વીર, સુખડ નો હાર, અગરબતી..
આજ વિખુટી પડી ગઇ તુ એમાં પણ..
તારી એકલી ની છબી ..સામે નતમસ્તક તારી યાદો થી
છલકાતો ઉભરાતો એકલો અટુલો હું..હું કાયમ અધુરો તારા વગર.
રોજ મારા માં થોડોક શ્ર્વસતો રહીશ..મરતો રહીશ ..
‘કાજલ’ તારા સંસ્મરણો વચ્ચે જીવતો તને મળવા ની પ્રતીક્ષા માં..
પ્રિયે! આજ પણ પ્રતીક્ષા રહેશે મને..
તને બીજા જન્મે મળવા ની..
મળીશ ને પ્રિયે ..?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply