થડો સજાવ્યો
ભણતર છોડ્યું
રોટલા કાજે
ચોપડી ના પડીકા
જીવતર ઉજળું.
હર વરસ
દશાનંન દહન
પ્રતીકાત્મક
દુગુણ દહન કે
આદશઁ નિરુપણ .
સવાર પડી
કાગ ના કા..કા સાથે
આશ બંધારણીય
વાટ નિરખ્યા કરું
વાલમ ઘર ભણી.
વાતો જીવ ની
વાગોળુ રાત, રોજ
ઉગતો સુયઁ
સંકેલુ સાચવી ને
ચહેરો નવો ઓઢી.
છુપાવે રોજ
ઘા, પીડા નવીન કા
બહાર જુદા
કરે ઢોંગ સુખ નો
છેતરે જાત આમ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply