ધર ની દીવાલો પર ફરતી મારી નજર.
તારી તસ્વીર જોતી હર દીવાર પર મારી નજર.
વાતો કરશો ને ગુંજી ઉઠશે હાસ્ય કહેતી મારી નજર.
હર ક્ષણ પ્રતિક્ષા કરતી કાન બાર ધરતી ને પાછી ફરતી મારી નજર.
ભયાઁ ભયાઁ ઘર માં કશુંક શોધતી મારી નજર.
બધા સાથે હળતી મળતી કણેઁ તરસતી મારી નજર.
‘કાજલ’ અવાજો વચ્ચે પણ ખાલીપો અનુભવી ભરતી મારી નજર.
નીરવ શાંતિ માં તમારા ભણકારા ને મલકાતી મારી નજર.
તમને જોતી તમને સાંભળતી આંખો મારી હસતી મારી નજર.
તમને પામતી ને ખુદ ને પુણઁ માનતી મારી નજર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply