દેહ મારો સજાવયો ફુલો થી,
સુવડાવ્યો છે ભોંય પર.
અશ્રુ સ્વજનો ના અભિષેક કરે છે,
કયાંક મારા પર હાસ્ય રેલાય છે છાનુ.
વાતો કરે છે અનેક જાત ની,
એમાં નથી કયાંય મારો ઉલ્લેખ.
બે ચાર ક્ષણ માં હું બની ગઈ પરાયી,
ઘરબહાર લઈ જવા ઉતાવળ થાય છે.
કહે છે હજી શુ કામ પડી રહી છે અહીયા,
હવે કોની રાહ જોવાય છે?
ક્ષણ બે ક્ષણ માં મીટાવી દેશે,
પછી રહેશે મારુ નામ બે ચાર દી.
એ પણ ભુલાઈ જાશે સમય ની સાથે,
કોઈ નથી આમાં મારુ.
અરે હું કયા છું? તે હું પણ નથી હવે….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply