પગરવ થયો તમારો મારા જીવન માં
જીવન ની નવી મૌસમ ખીલી મારા જીવન માં
તમે માનો કે ના માનો હલચલ મચી મારા જીવન માં.
અલ્લડ અલગારી પણુ હતુ મારા જીવન માં.
અચાનક એક નામ જોડાયુ મારા જીવન માં.
ક્ષણ માં જગ બદલાયુ મારા જીવન માં.
કાલ સુધી જે પરાયા તે આજ પોતાના મારા જીવન માં.
દ્રષ્ય એજ પણ દ્રષ્ટિ નવીન મારા જીવન માં.
અનુભવુ દરેક નવીનતા આ મારા જીવન માં.
‘કાજલ’ જીવી લે આ જીવન પણ મારા જીવન માં.
શ્ર્વાસો નુ બંધન તેના શ્ર્વાસો સાથે મારા જીવન માં.
હર આશ એક નામ સાથે મારા જીવન માં.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply