બાવળ બની ને ઉગી હતી.
ત્યા વરસી વરસી એક વાદળી.
આશા ઇચ્છા નુ વૃક્ષ હતી.
લીલી છમ કુંપણ ફુટી નીકળી.
કાંટા ઓનુ વન પથરાયુ હતુ
તે એકાએક સરકી ગયુ સંગ વાદળી.
મીઠો છમ ઉજાસ પથરાયો હતો.
અંધકાર ઉજાસ એવો એ સાંકળી.
કાજલ હવે બાવળ રહી નથી.
એતો બની ગઇ લીલીછમ વનધેલી વાદળી.
હયાઁ ભયાઁ સંસાર ની ચાહક હતી.
ફસતી હતી એકલી બની વાદળી.
મન ને મળી એક બુંદ હતી.
ને તે સવઁત્ર વરસે બની વાદળી.
પીડા માં બાવળીયા નો ડંખ હતો.
એના હોઠો પર હતી વાત વાદળી.
અંગ અંગ માં પીડા વિછુડા ના ડંખ કેરી હતી.
તન મન મા સ્વજન નો નેહ વાદળી.
સ્વપના ની વેલ વીટળાઇ હતી.
હર કેડી બની ગઇ વાદળીયુ વાત વાદળી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply