બંધ પલકો માં છુપાયેલ સ્વપ્નો નો સાગર.
પળવાર પણ ન દૂર થાય આ સ્વપ્નો ની કતાર.
બંધ હોઠો માં છુપાયેલ નામ ને એક સવાર.
પળવાર પણ ન ભુલાય એ નામ ને એ સવાર.
ઓસ ના બુંદ થી નાજુક એ પ્યાર.
નામ લેતા શરમાયેલ ને જાગેલ તે પ્યાર.
નજર થી નજર મળતા ના સ્પંદન એ પ્યાર.
જીંદગી તેના વગર અધુરી લાગે એ પ્યાર.
બે પલકો ને બંધ હોઠો વચ્ચે નો એકરાર એ પ્યાર.
સ્વપ્નો નો સાગર ને સ્વપ્નો ની કતાર એ પ્યાર.
‘કાજલ’ ના દીલ ની ધડકન એ પ્યાર.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply