મારા ઘર ના બંધ દ્રાર પર.. ટકોરા પડયા,
કોઈ અતિથિ જાણી દ્રાર ખોલ્યુ.
સામે ભગવાવસ્ત્રો, શ્ર્વેતદાઢી,
હાથ માં કમંડળ સાથે સંન્યાસી દીઢા,
અનાયાસ હાથ જોડાઈ ગયા ને,
માફ કરો બાબા..
ને ત્યા તેમનુ બોલવુ…
નથી જોતુ તારી પાસે થી કશુ દીકરી..
મન અશાંત છે? દુઃખી છો?
હાથ અટકી ગયા દ્રાર બંધ કરતા..
ને ઉભી રહી હાથ જોડી..
મને બોલતા રોકી.. કહે..
જીદગી હારી ગઈ? થાકી ગઈ? ભાગી છુટવુ છે?
કોના થી? કયાં થી? શા માટે?
કોઈ અશુભ પ્રસંગ માં થી બહાર આવી છો?
કોઈ ડર સતાવે છે?
મૈયા જાગ. જાગ મૈયા
અરે! મૈયા તુતો ખુદ શકિત છો.
જગાડ તારા ચૈતન્ય ને..
સુખી થાજે અને સુખી કરજે સૌને.
અને અચાનક હુ ચમકી ગઈ..
Psychology ની Student
મન નો અભ્યાસ મારો પ્રિય વિષય..
ને આજ જ્ઞાન આપી ગયા એક અજાણ સંન્યાસી..
જાણે Psychotherapy
ને યાદ આવ્યુ એક Quote
‘આપણ નહી રહે’
સુખ માં ને દુઃખ માં સરખુ જ લાગતુ….
ને ઉદાસી ખંખેરી ને.. હાસ્ય ની લહેરખી ફરકી ગઈ.
એક નવા જોમ સાથે.. લડવા ત્યાર જીવનસંગ્રામ ને ફરી..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply