મારા માં ઘુઘવે છે એક દરિયો.
નથી સાગર શો શાંત તે.
તે તો છે તોફાને ચડેલ દરિયો.
ઓટ નથી આવતી તેને.
ભરતી નો છે આ અવસર દરિયો.
મારા માં ઘુઘવે છે એક દરિયો.
દરિયા ના મોજા પર અફળાતી ને .
કિનારે પહોચવા મથતી ને.
ત્યાં ફરી એક પછડાટે મધદરિયે પહોચતી.
મારા માં ઘુઘવે છે એક દરિયો.
વારંવાર કિનારા તોડી ને મંઝીલે પહોચવા મથતી.
ઓટ આવતી તો કિનારા થી પણ દૂર થાતી.
મારા માં ઘુઘવે છે એક દરિયો.
ઇચ્છુ છુ કરે કોઇ સમુદ્ર મંથન,
ફરી અમૃત કાઠી વિષ પી લે કોઇ.
શું ફરી મળશે શંકર વિષ પીનારો..
મારા માં ધુધવે છે એક દરિયો.
સાગર શા શાંત ઢરેલ આ અફાટ અમાપ દરિયો.
તેમાં હુ ડુબતી ને વારંવાર આવવા ઉપર મથતી,
ને મારા માં હુ જ ખોવાતી.
મારા માં ધુધવે છે એક દરિયો.
‘કાજલ’ ખબર છે તને?
આ રત્નાકર છે તો,
ખારાશ નો ભંડાર દરિયો.અનેક રહસ્યો છુપાવી બેઠેલ,
ઋષી શો શાંત, ચંચળ બાળક શો ચંચળ દરિયો.
મારા માં ધુધવે છે એક દરિયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply