મારી પલકો માં કૈદ તમને કરી લઉ.
દુનીયા થી તમને છુપાવી લઉ.
ચોરી કરી તમે મારા દિલ ની,
ચોરી એ સૌથી છુુપાવી લઉ.
મારા દિલ ના સિહાસન પર બેસાડી,
તમને અપલક નીરખતી રઉ.
નજર ના લાગે આપણા પ્રેમ પર,
માટે હોઠ મારા સીવી લઉ.
મારી તમારી કહાણી કોઇ ના જાણે,
આજ એ સમજુતી કરી લઉ.
તમને મારા પ્રેમ માં જકડી લઉ,
તમારા બાહુપાશ માં હુ બંધાઇ જઉ.
‘કાજલ’ બસ તમારા માં ખોવાઇ જઉ,
એટલી જ તમન્ના વ્યકત કરી લઉ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply