મારી મન રુપી વીણા ના તાર રણકી ઉઠયા.
સાવન ના આગમને મન નો મોરલો ગેહુકી ઉઠયો.
આવી મિલન ની રાત કહી ઉઠયો.
સજી લે મન થી શણગાર કહી ઉઠયો.
અંતર ના ઓરડે ઢોલીયો સજાવી લે કહી ઉઠયો.
મન ના માણીગર ના મનામણા કરી લે કહી ઉઠયો.
ગગન મહી વાદળા ઘનઘોર કહી ઉઠયો.
વીજળી ના ચમકારે ને ગડગડાટે રમી લે તું કહી ઉઠયો.
રાતરાણી સંગ વાઇ રહયો વાયરો મંદમંદ કહી ઉઠયો.
ભીની માટી ની સુગંધ મદમસ્ત કહી ઉઠયો.
સજયા ધરતી એ નવ શણગાર કહી ઉઠયો.
નાચે પશુ પક્ષી વષાઁ ની હેલી એ કહી ઉઠયો.
કાજલ તુ પણ ઝુમી લે વષાઁ સંગ કહી ઉઠયો.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply