રાત્રી ની નીરવ શાંતિ માં .
આકાશ દશઁન રોજ નુ…
વાદળો ની વચ્ચે સંતાતો શશી ..
વાદળો ના તો ઢગલે ઢગલા.
કાળા ધોળા ભુખરા તો કયાંક રતુંબડા..
આમતેમ સરકતા ને આકાર બદલતા.
તેની વચ્ચે ટમકતા તારલા ની જોડ.
વાદળો જાણે અનેક આકાર ધરતા.
નીત નવીન કહાણી ઓ કહેતા..
અનંત સફર ના પ્રવાસી અહી તહી ફરતા.
સવઁ ના સુખ દુ:ખ ના સાક્ષી બનતા.
કયાંક હેત બની વરસતા કયાંક આભ માં થી ત્રાટકતા.
કુદરત ના હરરુપ ને નીરખતા.
કવિ કાલીદાસ થી ‘કાજલ’ સુધી સહુ ના સંદેશવાહક બનતા.
પ્રિયે! અનુભવુ હું રોજ તારી હાજરી.
જયારે ચંદ્ર દશઁન કરતી નજર નુ ઐકય અનુભવતી.
આ વાદળા આભ ને આંગણે રમતા.
હર ઋતુ માં અનેરી ભાત રચતા.
કયારેક ચંદ્ર તારા ને ઢાંકતા..
કયારેક ખુદ રીસાઇ ને સંતાતા.
તેના આકારો માં હું રોજ ..
નવી કહાણી જોતી.
રૂપ નિરાળા જોતી..
મારી બારી માંથી દેખાતા.
એક ટુકડા આકાશ માં વિશ્ર્વ દશઁન કરતી….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply