મારો સંસાર મારુ ઘર, સ્વઁગ થી ન્યારુ.
પતિ મારા જાણે ભોળાનાથ થી ન્યારા.
સાસ સસુર ની આંખ નો તારો,
નણંદો નો વ્હાલો વીર, સાજન મારો આજ્ઞાકારી.
ના ચીંધાય તેમને કામ કયારેય.?
સીધી વાત તો સમજે જ નહિ.
ઘરે કોઇ મહેમાન પધારે, કામ જો પડે.
જગહસાઇ (ફજેતી) ચૌક્કસ મારી થાય.
ખાનગી વાત જાહેર માં કરે..
કહેવાય વાત ન ટકે સ્ત્રી ને પેટ.
અમારે તો આ ક્રમ જ ઉલટો.
વાત નીકળી જો એમની આગળ.
રામાયણ ની મહાભારત થઇ જરુર.
વખાણ શું કરુ મારા ‘એમના’
મારે તો રોજ નવી કહાની.
આતો ઘર-ઘર માટી ના ચુલ્લા.
હોશીયાર ભારે પણ ઘર મા સુઝ ના પડે.
સાસ સસુર નણંદો કહે સોપ્યો અમારો કુળદીપક.
‘કાજલ’ કહે આતો પાકો ધડો, આને કાંઠા ના ચડે.
આતો મારો ખોટો સિક્કો, મારો ભાગ્ય સીતારો.
મારુ ભાગ્ય તેમના થી જ ઉજળુ .
એક પળ ના દૂર કરે, કરેનામ નુ રટણ ચાલુ .
મારો સંસાર મારુ ઘર સ્વઁગ થી ન્યારુ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply