સફેદ કાગળ જેવુ કોરુ હતુ મારુ મન.
એબસ્ટ્રેક પેઇન્ટિંગ નેા નમુનો બન્યું મારુ મન.
જોનાર ની નજર જેવા આકારો માં બદલાતું મારુ મન.
તેના વિચારો નો પડઘાે પાડતું મારુ મન.
સદી ઓ થી સ્મૃતિ ના ચાસ પાડેલુ મારુ મન.
જન્મોજન્મ ની યાદો ને સંગ્રહી બેઠુ મારુ મન.
કાલ ની વાત ને વિસ્મૃતિ આપતું મારુ મન.
વરસો ની વાતો ને સ્મૃતિ પટ્ટ પર લાવતુ મારુ મન.
‘કાજલ’ સ્મૃતિ વિસ્મૃતિ માં ઝોલા ખાતુ મારુ મન.
ભુલવા માહિતી તે રાખે કાયમ સ્મરણ પટ્ટ પર મારુ મન.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply