હોસ્પિટલ ના 11 નંબર ના વોઁડ માં, 
7 નંબર ના બેડ પર સુતી છે તે.
તેના ચિત્કાર, કણસવા ના અવાજો શાંત થઈ ગયા, 
જાણે પીડા શમી ગઈ, ને શાંતિ થઈ.
પણ સામે ખુરશી પર બેસેલ હું, 
તેના દેહ ને વીટળાયેલ નળીઓ.
એમાં એક નળી ઔર વધી, 
ગળા માં કાણું પાડયું, ખોરાક માટે.
ડોક્ટર કહે છે 24 કલાક જરુર નથી અહીં તમારી, 
ને ત્યાર થી મારી પીડા વધી ગઈ.
તરફડુ છુ, બોલવા મથુ છુ, 
રડવા ચાહુ છુ, ચીસો પાડવી છે.
પણ તું કયાં સાંભળે એમ છેં?
કે નથી બોલે એમ.
તારી કોમા ની પરિસ્થિતિ એ, 
મારુ વિશ્વ થંભી ગયું છેં.
કેમકે મારુ વિશ્વ તો તુ, 
ને તારી આસપાસ ચક્કર મારતુ.
તારા ચહેરા પર છે એજ પરિચિત હાસ્ય, 
કયારેક ઉઘડતી ને બંધ થતી આંખો.
પણ એમાં મને દેખાય છે મારુ વિશ્વ.
હું તરફડીશ, પીડાતો રહીશ…
તારી સામે અનિમેશ તાકી રહીશ, 
કયારેક તો તુ જાગીશને?.. જાગીશ ને?
તારા ગમતા લાલ ગુલાબ ને લઈ, તને સત્કાર વા.
જાગીશ ને પ્રિયે?
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’





Leave a Reply