હરિગીત :
ગાગાલગા ગાગાલગા ગા, ગાલગા ગાગાલગા.
ચોરી કરીને ચાહયો લ્યો, ચાંદ તું મારો બન્યો.
રાતો બની સૂની કહું લ્યો, અર્ક ઘર આજે ઉગ્યો.
વાલમ હવે લખ તું ખબર રે, આ નયન તરસે વળી,
દરશન હવે તારા કરું રે, દે હરિ નામે લળી.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
વ્હાલા હવે બોલું તને રે, સંગ રાધા ક્યાં રહું?
ગોકુળને ધેલું કરી રે, નીકળી તારે જવું ?
લીલા રચાવી રાસ રમ્યાં, ચાલ વૈકુંઠે હવે,
મનડું લગાવી ચિત વસ્યાં, નામ રટ્યાં તુંજ રે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કાન્હા હવે મીરા બની ને,
નામ તો તારું ભજું ,
રાધા હવે જોગણ બનું ને?
પ્રિતડી તારી ભુલું?
કા વાટયું તારી જ જોવું ?
નીર નૈને આ રહ્યું .
શમણાં તણી સૌગાત માણું,
જાણ તારી તો કરું ?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply