વિશ્ર્વાસ
વાત વાતમાં કહે છે તું વિશ્ર્વાસ કર..
અરે આ ફિરંગી મતલબી દૂનિયામાં વિશ્ર્વાસ કઈ બલાનું નામ?
અહીં તો લોક ખૂરેદશે નાસૂર બનાવશે ઝખ્મો તારા..
પડ્યાં પર પાટુ મારશે..પછી હાસ્ય રેલાવશે…
કોણ સાથી બન્યું દુખીયાનું ..?
અહીં તો તાળી મિત્ર હજાર ..
વારંવાર તારી ભૂલો પર અાંગળી ચીંધશે ….
શરમાવી તને આનંદ લેશે…
કોણ તારું કોણ મારું ની ઓળખાણ ત્યારે થશે…
બસ ,
એટલેજ વાળ ગાંઠ કરીશ જાતનો જ વિશ્ર્વાસ …
શ્રધ્ધા તારા ઈશ પર સાચી..
દૂનિયાંના આ દૂન્વયી સંબંધો ભૂલી..
કર ભરોસો … ખૂદનો..
દૂનિયા ત્યારે આવશે તારી પાછળ નક્કી…
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply