અછાંદસ
એક રેખા…?
હૈયું મારું તને અર્પણ …
સ્પંદનો સ્નેહભીના..
સરિતાના નીર જેવી નિર્મળ તારી આંખો..
હૈયે છલકતો સાગર
પ્રેમ તારો અવિચળ હિમાલય જેવો ધીર ગંભીર
શ્ર્વાસો માં મહેકેં ચંદનની સુંગંધ,
હોઠ જાણે ગુલાબની પાંખડી.
રંગ તારો ચાંદી જેવો ચમકતો
રુમ ઝુમ ઘંટડી જેવું નાજૂક સ્મિત..
પ્રશંશા કરવા શબ્દોનો ખજાનો ખૂટયો..
નરમ રૂ જેવી પોચી ગુલાબી કોમળ હથેળી નો સ્પર્શ ..
અને એમાં રચાતી આ રેખાઓ,
કિસ્મતની રેખા, ભાગ્ય રેખા..
ઓહ.. ભાગ્ય રેખા..
તારી હથેળીમાં ની એ રેખા..
આયુષ્ય રેખા… તને મને જોડતી કિસ્મત રેખા..
હા! એ રેખા મારા મરણની રેખા તારી હથેળીમાં ..
કહું તો છું ..
તારી હથેળી માં એક રેખા મારા મરણની , પણ છે….જ,
કેમકે તું ને હું ક્યાં જૂદા છીએ.. તારી નિયતિ મારી ને મારી તારી જ તો છે..
બરાબર કહ્યું ને..?
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply