છબી તારી મનમોહક
નજરથી હટતી નથી,
કામણ તારી નજરોનું
હૈયું મારું ભૂલતું નથી
યાદ તારી છવાઈ ..
ત્યાં બીજે મન લાગતું નથી.
તારા મિલનનો નશો ચડયો,
મદહોશી હવે ઉતરતી નથી.
કાશ જગ આ થંભી જાય અહી,
પણ સમય મારું માનતો નથી.
ખોવાઈ જઉ તારામાં ભૂલી કાલને,
દિલમાં તારા ઘર મારું બનતું નથી.
કાજલ બની તારી આંંખમાં અંજાઉ,
પણ શમણું સાચું પડતું નથી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply