વિનંતી
સમયતો સરકતો રહે રેત જેમ,
પળ પળ કરતા આ યુગો વિત્યા…
મૂરલી મનોહર કાં તું ભૂલ્યો આ મારગ?
‘સંભવામિ યુગે યુગે’નો વાયદો ભૂલ્યો..
કાન્હ તારા વિના સૂનો લાગે સંસાર..
રાધા ને મીરાના પ્રેમમાં આજ તું ભક્તો નો આર્તનાદ ..ભૂલ્યો..
ક્ષણભર લાગ્યું કે તું ભૂલ્યો …
પણ ..ના..
ક્ષણમાં ઝબકી અનેક પળો ..
તું અંતર્યામી ..દુખીયાનો બેલી..
તારું નામ લે તેને તું તારનારો..
રાધાનો કાન્હ, મીરાનો મોહન, કૃષ્ણાનો સખા ,
અર્જૂનનો સારથી, નામદેવનો વિઠ્ઠલ ..
ગોપીઓનો ગોપ , દેવકીને યશોદાનો દૂલારો…
ગોકુળની આન તું મથુરાની શાન તું દ્વારિકાની જાનતું ..
કયાં રૂપે લઉ તારું નામ હું?
કણ કણમાં તારો અહેસાસ થતો..
વિપદામાં તારા સ્મરણે બળ મળતું ….
રિસાવું તારાથી ને ખૂદને મનાવું હું ..
કાન્હા હવે તો વિચારો માંથી પળ બે પળ બહાર આવતું !
ક્ષણનો સાક્ષાત્કાર કરાવ તું ..
બસ ..છેલ્લી વિનંતી સ્વીકાર તું..
“કાજલ”
કિરણ પિયુષ શાહ
Leave a Reply