પ્રતિબિંબ
જ્ઞાનયજ્ઞના સારથી..
વિધાના ઉપાસકો તમો
આદર્યો છે શ્રમયજ્ઞ..
સફળતાના શિખરોનું પ્રતિબિંબ ..
સમાજ દેશનું ગૌરવ કહેવાશો
ગગનમાં ટમટમતા સિતારા બનજો.
પ્રગતિના સોપાનો તે શર કરજો.
માત પિતા સગા સંબંધી મિત્રોનું અભિમાન બનજો.
ઝળહળતા ભવિષ્યનું પ્રતિબિંબ તે..
દેખાય તેમની આંખોમાં સફળ ભવિષ્યની છાયા.
સ્વપ્નોને સાચા કરવાનું જોમ ઝનુનને જુસ્સો છે તમારી મુડી..
લલચામણા રસ્તા છોડી સત્યનો માર્ગ પકડજો..
નામ તમારું ઈતિહાસ બને ..કરજો એવા કર્મ..
પ્રતિબિંબ તમારામાં ઝીલાય આવતીકાલનું
પ્રતિબિંબ ઈચ્છે શુભકામના સર્વોની..
ઉજ્જવળ ભવિષ્ય રાહ જૂઅે છે તમારી.
સફળતા તમારી પ્રતિબિંબનું ગૌરવ ..
સૌ ભેગા મળી કરીએ સ્વપ્નોને સાકાર…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply