અછાંદસ
હળવે હળવેથી કયારે પ્રવેશી ગયો..
ધીરે ધીરે તેણે પગ પસાર્યા ..
જાણે કબ્જો જ કરી લીધો..
મન મસ્તિષ્ક પર
તેની તરફેણમાં મત વધવા માંડયાં..
હવે તેના અસ્તિત્વએ એક ડર લાગ્યો..
મારી એકહ્થ્થું સતા મને ખતરા લાગી
મે ધીરે ધીરે તેને અવગણવાનું શરૂ કરયું
જાણે તેના અસ્તિત્વની જાણ જ નથી..
અચાનક ..
તેણે તેની હાજરી સાબિત કરાવી ,
અંદરથી મને હચમચાવી નાખી..
હું મારી જાતને લાચાર બેબસ સમજી હારવાની કગારે પહોંચી જ હતી.. ત્યાં..
મારા અસ્તિત્વએ તેની સાથે સૂલેહ કરી લીધી..
આજ મારી અંદર બંને જીવે છે.
કયારેક નાના બાળકની જેમ લડે
કયારેક મિત્રો બની સંવાદ રચે..
કયારેક પ્રેમી જેમ લખલૂટ વ્હાલ વરસાવે
મા પિતાની જેમ મમતા લુટાવે..
અરે મે તો તમને પરિચય જ ના આપ્યો?
મારી અંદર જીવે છે તું .. હા તું જ
મારા શ્ર્વાસોમાં ..
મારી નસનસમાં
મારા સમણા ને વિચારોમાં
બસ તું તું ને તું જ
તું એટલે તું..
હા ! હું તારી જ વાત કરું છું ..
મારા સાજણ કહું કે મારા અસ્તિત્વની બીજી બાજૂ.
બસ ! તું ..તું જ ..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply