આ ઔપચારિકતા શેની..?
સ્નેહના સંબંધમાં વિચારણા કેવી?
મનની વાતમાં અચકાટ કેવો?
કેમ આ દૂરી જીતી ગઈ ને નિકટતા હારી?
વાતો જયાં ખુટતી નોતી ત્યાં શું બોલું ?
કયાં ગઈ તારી અધિરાઈ..તારી ઉત્કઠાં ..
કદાચ મારી જ ભૂલ…
અપેક્ષા વધી ગઈ..
ચલ રે મનવા માની લે વાત મારી..
જરૂર નથી હવે અહી તારી..
ઉઠાવ તારા બિસ્તરા પોટલા..
આતો હતી ભાડૂતી જગ્યા..
મહેમાન બનાવી સાચવ્યાં હતા..
તેતો ઘર સમજી હક કર્યો..
ચલ રે હવે વિદાય લે …
દિવસો તારા પૂરા થયા..
માન મરતબો છોડી દે..
મનને હવે બાંધી લે..
મહેફિલ તો સજશે તારા વિના જ હવે ..
જરૂર નથી જગ્યા નથી કે નથી કોઈ ને યાદ તારી..
પાછળ ના જો હવે …
શું છે તારું બાકી હવે…
કોઈ સાદ કોઈ રોકનાર …
ના ! નહી …હવે અકલા જ મંજલ કાપવી રહી..
અેકલા જ ..
સફર કરવી રહી..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply