લાજવંતી .. રૂપવંતી
માથે બેડલું ચાલ લચકતી એ જોબનવંતી નાર
કોડીલી કન્યા જેવી મરક મરકતી એ નાર
પગમાં બાજે ઝાઝરનો છમછમતો રણકાર,
હાથે એની ચુડીયો નો ખનખનાટ એ રૂપવંતી નાર.
આંખે એની કાજળ જાણે રૂપે ઓઢયો વાદળનો આકાર..
ગીતો મીઠાં ગાતી જાણે દેવાલયમાં ઘંટડીનો રણકાર..
ખીલખીલાટ હસતી જાણે બાગમાં ખીલ્યા ફૂલો ઝળકે ..
ભાલે તેના સૂર્યના તેજનો ચમકાર એ લાજવંતી નાર.
સોરઠની ધરાને પડકારતી ધમધમાટ એની ચાલ..
ખપ પડતા રણમેદાને ડંકો વગડાવતી કરતી કુર્બાન બાલ.
રંગ રસીલી મન હરખીલી સાજણસંગ રસવંતી
માથે ચડાલી કુળની મર્યાદા સાથમાં સદા રહેતી એતો કુળવંતી નાર
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply