હૈયે ઉમડ્યું તોફાન
દરિયાકિનારે
ભરતીની સાથે..
ચાંદની રાત
તોફાની મોજા સાથે
મનમાં ઉમટયું તોફાન..
ચાંદ જોયોને ઈચ્છા જાગી….
કરું કૈદ તેને મુઠ્ઠીમાં..
હાથ લંબાવ્યો..
બંધ મારી કીકીમાં,
થંભી ગઈ જાણે સૃષ્ટિ..
સ્થિર થયાં મોજા ..
તો..
સિતારાની મચી ભાગદોડ..
અરે, ક્યાં સંતાયો ..?
કોઈ તો શોધો..
સતાવીસ નક્ષત્રો લાગ્યા ચાંદ શોધવા…
આહ..
ચાંદ મારી મુઠ્ઠીમાં?
કયાંક સ્વપ્ન તો નહીં?
પણ…..
ના આતો સત્ય જ..
હળવે થી બહાર આવી
કાનમાં ગણગણયો. ..
મને પણ ગમ્યું
થવું કૈદ તારી કીકીમાં…
બસ, હવે ગમે ત્યાં રહું ..
સાગરની સાક્ષી ..
ભરતીનો સંગાથ ..
રહીશ તારી યાદોમાં..
તારા વિચારોમાં ..
હંમેશ તારો સાથી બની..
તારો ચાંદ બની..
આંખ ખૂલ્લીને
સામે …..
દરિયાના શાંત સ્થિર મોજા …
મનમાં જાગેલ તોફાન જેવા જ..
અને.. શરૂ થઈ યાત્રા
ચાંદ સાથે જન્મોજન્મની …
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply