લવ યું જિંદગી
જિંદગીના રસ્તા રોલરકોસ્ટર જેવા ..
કયાંક ડર ,કયાંક રોમાંચતો …
કયારેક આનંદની કિલકારી જેવા.
જિંદગી દોડતી રહી સો થી એકસો એંસીની સ્પીડે પૂરપાટ,
કયાંક મુશ્કેલી રૂપી સ્પીડબ્રેકર આવ્યા ..
કયાંક નાના મોટા એકસીડેન્ટ પણ થયા..
પંચર રૂપી વિધ્નો નડયાં …
કયાંક શોર્ટકટના પ્રલોભનો મળ્યા.
થાક, પરેશાની, હતાશા પણ હાઈ હલ્લો કરતાં રહ્યા,
પણ , અડગ મનને નિર્ધાર સાથે જ રહયાં..
મંજિલ સામને હતી રસ્તો ઉખડ બાખડ..
હિમ્મતનું ઈંધણને શમણાનું ચાલકબળ સાથે….
ઈશ્ર્વર કર્યા કરે રાહમાં નિરિક્ષણને પરિક્ષણ..
છતાં .
જિંદગીની ગાડી દોડતી રહી સડસડાટ..
આસ્થા, શ્રધ્ધા, વિશ્ર્વાસ રૂપી સંગાથી મળ્યા.
તિરસ્કાર, દગો , નફરત, અવહેલના પણ ગળે પડયાં..
ગમતાનો સાથ કર્યો બીજાને રાહમાં ઉતાર્યા..
આખર જીત મારી જ થઈ..
જો…
મંજિલ મારી સામે આવી …
આવ ..
રાહ તારી જ જોવાતી ‘તી .
હાથ મિલાવી હૈયે ચાંપી ..
બોલી મોસ્ટ વેલકમ જિંદગી.
ઓલવેઝ લવ યું …
લવ યું જિંદગી…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply