અછાંદસ
જેને સાંભળવા કર્ણ તરસ્યા..
આંખો અધીરી થઈ.
ધડકન તેજ બની ગઈ..
ઠંડા રક્તમાં બીજલી દોડવા લાગી,
મન મર્કટ બની નાચવા લાગ્યું .
ને,….
શ્ર્વાસોની સરગમ ..
તાલ મીલાવા લાગી..
હૈયું હરખાયું ..
આ મૌનની ભાષાએ સંવાદ રચાવ્યો.
બસ,
હજી જરૂર લાગે છે ખરા!
એ નામ લેવાની?
એતો વગર બોલે
મારા હોઠે હાસ્ય બની છવાઈ ગયું,
આંંખોમાં તેની જ છબી દેખાઈ જાય ને…
હજી પણ શર્મની સુરખી તેની નજર પડતા અંકાઈ ..
નજર નીચી ઢળતી..
હોઠનું કંપન ..
રોમ રોમનું નર્તન
એ નામ સાથે જ..
શબ્દો ખોવાતા ..
તીરછી નજરે …
બસ…
આગળ હવે કયાં કંઈ કહેવું શક્ય જ છે?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply