અછાંદસ
કાગળ કલમ હાથમાં લીધા,
પણ શબ્દો ખોવાયા શું કરું?
વિચારો અનેક ઘેરી વળ્યા..
ત્યાં તો..
અશ્રું ટપકયાં કાજળ રેલાયું ..
થોડું ભાલ પરથી કકું,
સેંથીનું સિદુંર ખર્યું …
મે કાગળ પર નજર કરી ..
હવે શું બાકી રહ્યું ..?
શબ્દોની કયાં હવે કશી જરૂર રહી..?
કાગળ તો મારો ભરાઈ ગયો..
છલોછલ મારા સ્પંદનોથી,
(સમજણ પડે તો … હવે સમજી લેજો)
કદાચ ,
શબ્દો પણ ના વ્યકત કરી શકત તે ..
બધું જ તો આવી જ ગયું ને ?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply