એક ભાવ ..કે સંસ્મરણ?
નમતી બપોરે ..
ના આકરો તાપ ના સાંજ નો રોમાંચ
થોડુક મધ્યમ .. હુંફાળું ..મિશ્રીત વાતાવરણ..
વીટળાઈ વળે ..
તો કયારેક ઉડતી આવે ..
વરાળ સંગ યાદો ..
એક પરિચિત ચહેરો..
ઓફિસમાં ચાના સમયનો સાથી..
હંમેશ કેવી છે ? પૂછી ને..
એક ચુ્સ્કી ..
ચુસ્કી લઈ પ્યાલી માંથી
અને તારું કહેવું …
આહ.. ખૂબ મીઠી …. તારા જેવી જ..
મારી પાંપણો ઢળતી..
હોઠ જરા મલકાતા..
હૈયું તારા શબ્દો એ હરખાતું ,
કેમ જાગતો એ ભાવ મનમાં?
તારું સ્મરણ કેમ નથી વિસરાતું?
એ સ્મિતને એ ચુસ્કી ..
કયાંક ખૂણે છુપાઈ..
ખોવાઈ તારી સાથેજ એ આનંદની પળ.
આજ પણ રાહ જોઉ છું …
ચાના સમયે તારા આગમનની..
તારા શબ્દો એ કાન તરસ્યા..
આંખો એ યાદોના પડળ જામ્યા.
કેમ..?
તારું આવવું આટલું ગમતું?
શું નામ આપણા સંબંધનું?
ઔપચારિકતા.?
કે કંઈક વિશેષ…?
જવાબ …મળશે કયારેક …?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply