પળ પળ તું મારી સાથે..
આંખ ખોલું ને સૂર્યોદય નિહાળું …
યાદ તારી સૂર્ય સાથે,
શુભ સવાર જાણે કહેતી.
સુંદર મુખદર્શન થતા હાથ જયાં મારા બે જોડતી.
પ્રભુ સન્મુખ મારી સાથે જ તને જોતી.
ચા નાસ્તો ટેસ્ટી લાગતો તારી યાદ જયાં આવતી.
જોબ પર જવા તૈયાર થાતી…
આંખ સામે તું તરવરતો.
સ્મિત મોહક કરી જાણે કહેતો..
વાહ..સુંદર ..જાજરમાન ..
પળ પળ તારું સાંનિધ્ય અનુભવતી.
બપોરે તડકો લાવતો તારા જ સંભારણા..
તારી વાતો તારી યાદો મારી આસપાસ રહેતી.
હું ખૂદને કયાં કયારેય તારાથી અલગ જોતી?
સાંજ પડતી સંધ્યાના રંગો વિખરાતા..
એક પ્યારો ચહેરો તેમાં દર્શાવતા..
રાત આવી એકલતાનો અંચળો પહેરી..
બાલ્કનીમાંથી વાદળ સંગ ચાંદમાં તને જોતી..
જાણે હાથ લંબાવી હું છું સાથ જ તારી કહેતો.
ને લાગે તું સાથે છે મારી..
બંધ આંખોમાં સજાવી તસ્વીર તારી .
શમણામાં તારો જ સાથ …
હરપળ તને મારામાં અનુભવતી..
હૈયાના દરેક ધબકારે તારું નામ રહેતું ..
ખૂદને ભૂલી મીરા બની કૃષ્ણમય થઈ જતી.
રાધાતો રહે સાથ તારી…
હું ..મીરા બની જીવી જઈશ,
તારી યાદોને વાતોને આમજ યુગો યુગો સુધી..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply