જીવી જાઉં છું …
તારા વિના તારા વિના પણ જીવી જાઉ છું..
તારા કોલને સંભાળી હવે આવી જાઉં છું.
કહું ના કહુની અવઢવ જીરવી જાઉં છું
તારા વિના તારા વિના પણ જીવી જાઉં છું.
સાજ વિના સૂર વિના ગીતો ગાયે જાઉં છું
પાંખ વિના પવન વિના નભમાં ઉડે જાઉં છું .
તારા વિના તારા વિના પણ જીવી જાઉં છું .
સંગી વિના સાથી વિના આમ જ ચાલી જાઉં છું
મંજિલ વિના ધ્યેય વિના આમ જ લખી જાઉં છું
તારા વિના તારા વિના પણ જીવી જાઉં છું.
થાકયા વિના હારયા વિના કામ કરતી જાઉં છું.
રડયા વિના રાવ વિના હસાવી હસતી જાઉં છું .
તારા વિના તારા વિના પણ જીવી જાઉં છું
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply