બંધન
સાથી તું મારો
મળ્યો મને જીવનસંગ્રામમાં તારો સથવારો..
બંધનને બંધાયાે,
સંબંધ એક અનોખો..
દૂર રહી એકબીજાની સુખાકારીના જ ભાવો.
આતો ના સમજાવી શકાય તેવા સંબંધો..
મારી ભાવયાત્રાનો સાથી તું..
મારા લેખનની પ્રેરણા તું
મારો આધાર કે જીવનબળ તું..
પણ કેમ સમજાવું …હું?
આ આત્મીયતાને શબ્દો જ ના મળે..
સંબંધ આ બંધન મૃક્ત..
છતાં તારાથી બંધાયેલ હું .
ભાવજગતના સહયાત્રી..
તું ને હું સાથ સાથ..
પણ ..
કેમ સમજાવું.. આ ભાવોને..?
તું ને હું નદીના બેકિનારા.. સામસામે જ
આકાશને ધરતી ..
દરિયાના ઉમડતાં મોજા .
કિનારે પછડાઈ તુટતા વિખરાતા..
સતત આમને સામને પણ આ દૂરી ..
કયારેય ના ઓછી થાય
મિલન સદા આભાસી..
દરિયામાં સમાતા સૂર્ય જેવું ..
છતાં બસ ચાહત તો ચાતક જેવી ઓછીના થાય…
તું ને હું સાથ એક બંધનથી..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply