છંદ : ગા 8
અંદર ઘાવો પાળી બેઠાં
સપનાંને સંભાળી બેઠાં
ઈશ્ર્વરના દરબારે આવી,
પાપોને તો ચાળી બેઠાં .
મીણબતીના અજવાળે જ્યાં,
ખુદને લ્યો અજવાળી બેઠાં.
મઝઘારે છોડી નૈયા ને
તરછોડી કઈ ખાળી બેઠાં?
કાજલ ભોળી ભૂલી વાતો
હૈયાને ત્યાં બાળી બેઠાં.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply