બાગમાં મઘમઘતા વાસંતી ફૂલને, તરસતી તારા જોબનને આ રાત..
હાથમાં તારી મહેંદીની ફોરમને, મહેકતી આ રાતરાણીની જાત.
તારી અણીયારી આંખડીના ઈજને મનમાં રોપાતા શમણા,
તારા મનમોહક રૂપમાં હૈયું હિલોળે ચડેને રાસમાં રચાતી ભાત.
નાગણસો લહેરાતો ચોટલો કે તારા ખૂલ્લા લહેરાતા કેશ,
અંબોડે સોહતી વેણી ને ભાલના સૂરજપર મોહી હૈયે થતો ઘાત,
છેલછબીલી, અલ્લડ, લજામણી, અલબેલી, યૌવના સખી તું ન્યારી,
તારા રૂપરંગ તારી અદાપર વાલી થયો હું ઓળઘોળ એજતો વાત.
મદભર્યા રસીલા તારા આ ચીરયૌવનનો દિવાનો બન્યો,
કાજલ તારા પ્રણયે ભાન ભૂલ્યો ભવસાગરે અટવાયો જન્મો એ સાત.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply